આ ધનતેરસ પર ઘરે જરૂર લઈ આવો આ 5 ચીજો, ગરીબી થઈ જશે દુર, માતા લક્ષ્મીનું ઘરમાં થશે આગમન…

આ ધનતેરસ પર ઘરે જરૂર લઈ આવો આ 5 ચીજો, ગરીબી થઈ જશે દુર, માતા લક્ષ્મીનું ઘરમાં થશે આગમન…

આપણા માટે દિવાળી જેટલો જ ધનતેરસનો તહેવાર પણ મહત્વપુર્ણ હોય છે. આ દિવસે દરેક ઘરમાં કોઈને કોઈ ચીજની ખરીદી જરૂર કરવામાં આવે છે. દરેક લોકો સોનું, ચાંદી, પીત્તળ અને પોતાની આવક અનુસાર કંઈક ને કંઈક જરૂર ખરીદે છે પરંતુ ધનતેરસની ખરીદીનાં અમુક નિયમો પણ હોય છે. જે લગભગ મોટાભાગનાં લોકો જાણતા હોતા નથી.

હકિકતમાં એવું માનવામાં આવે છે કે જો ધનતેરસનાં દિવસે મંત્ર, તંત્ર અને યંત્રનાં માધ્યમથી પુજા આરાધના કરવામાં આવે છે તો માતા લક્ષ્મી ખુબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે એટલા માટે આજે અમે તમને અમુક એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ધનતેરસનાં દિવસે જ્યોતિષ અનુસાર ખરીદવાથી ગરીબી દુર થઈ જાય છે.

કુબેર યંત્ર: સૌથી પહેલા વાત કરીએ કુબેર યંત્રની. આ એક એવું યંત્ર છે, જેનું નામ કદાચ તમે પણ સાંભળ્યું હશે. તમે જાણતા હશો કે ભગવાન કુબેર ધનનાં દેવતા છે એટલા માટે દિવાળી પર આ યંત્રની ખરીદીને તેની સાધના કરવાથી ધન, સંપત્તિ અને માન-સન્માન વધે છે. આ યંત્ર ની દિવાળી પર પુજા કરી તિજોરીમાં રાખવાથી ઘરમાંથી ગરીબી દુર થઇ જાય છે.

શ્રી યંત્ર: ધનતેરસ પર બીજું સૌથી મહત્વપુર્ણ યંત્ર છે શ્રી યંત્ર. આ યંત્રને યંત્રરાજ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ યંત્રને ઘરનાં પુજા ઘરમાં સ્થાપિત કરવાથી કરજ માંથી છુટકારો મળી જાય છે. આ યંત્ર કરજ માંથી મુક્તિ અપાવવા સિવાય ધન કમાવવાનાં અવસર પણ ખોલે છે.

કનકધારા યંત્ર: ત્રીજું જરૂરી યંત્ર છે કનકધારા યંત્ર. આ યંત્રને ધન કમાવવા માટે અને ગરીબી દુર કરવા માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી અને નિયમિત તેમની પુજા કરવાથી દરેક મનોકામના પુરી થાય છે એટલા માટે તમે પણ આ ધનતેરસ પર આ યંત્રની ખરીદી જરૂર કરો.

મહાલક્ષ્મી યંત્ર: જેમ કે તેના નામ પરથી જ ખબર પડે છે કે આ માતા લક્ષ્મી સાથે સંબંધિત યંત્ર છે. એવું માનવામાં આવે છે કે આ યંત્રની સ્થાપના કરવાથી પરિવારમાંથી ગરીબીનો અંત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ યંત્રની સ્થાપના વિધિવિધાન સાથે શુક્રવારનાં દિવસે કરવી જોઈએ. મહાલક્ષ્મી યંત્ર ને ધનની વૃદ્ધિમાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

મંગલ યંત્ર: આ ધનતેરસ પર તમે મંગલ યંત્ર ખરીદો છો તો તમારા પર રહેલ કરજ સમાપ્ત થઈ શકે છે. આ યંત્રને કરજ બોજ માંથી મુક્તિમાં ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. આ યંત્રની સ્થાપના પુજાઘરમાં કરવી જોઈએ. એવી માન્યતા છે કે આ યંત્રની નિયમિત પુજા કરવાથી કરજમાંથી છુટકારો મળવાની સાથે-સાથે પુજા કરનાર વ્યક્તિ અચળ સંપત્તિનાં માલિક બને છે. તો હવે રાહ શેની જુઓ છો ?. આજે જ આ યંત્ર તમે ખરીદી લો અને આ ધનતેરસનાં દિવસે પોતાનાં ઘરમાં સુખ-સમૃદ્ધિની વર્ષા જુઓ.

admin

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *