ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને ત્રણ મહિનામાં ઉડાવી દેવાની ખુલ્લે આમ આપી ધમકી…

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને ત્રણ મહિનામાં ઉડાવી દેવાની ખુલ્લે આમ આપી ધમકી…

સીએમ ભૂપેન્દ્ર પટેલને (C M Bhupendra Patel) 5મી ડિસેમ્બર સુધીમાં 1 કરોડની ખંડણી આપી દેવા માટે સોશિયલ મીડિયા પર ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે જો 1 કરોડ રુપિયા નહીં મળે તો ગુજરાતમાં (Gujarat) પટેલ રાજ નહીં ચાલવા દઉં એટલું જ નહીં ત્રણ મહિનાની અંદર ઉખાડીને ફેંકી દઈશ.

બનાસકાંઠાના વાવના રામકથાકાર બટુક મોરારીબાપુ ઉર્ફે મહેશ ભગતે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનો વીડિયો મેસેજ વાયરલ કરી દીધો છે. જેમાં બટુક મોરારી બાપુ સીએમ ભૂપેન્દ્ર પટેલને એવી ધમકી આપી રહ્યાં છે કે, આગામી 11 દિવસની અંદર એટલે કે 5મી ડિસેમ્બર સુધીમાં મને 1 કરોડ મોકલી આપજો. જો નહીં મોકલો તો ગુજરાતમાં પટેલ રાજ નહીં ચાલે, એટલું જ નહીં મુખ્યમંત્રી અકસ્માતે માર્યા જશે. ત્રણ માસની અંદર ઉડાવી ઈશ. માનનીય ભૂપેન્દ્ર પટેલ, હું બટુક મોરીરી બાપુ બોલુ છું. બનાસકાંઠા વાવથી મહેશ ભગત. ગુજરાતમાં પટેલ સીએમ બન્યા છે એટલે મને 1 કરોડની દક્ષિણા મોકલી આપજો. આવુ કહીને પોતાનો મોબાઈલ નંબર પણ તે વીડિયો માં આપે છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરેઆમ ઘમકી મળી છે. આ ધમકી 1 કે 2 લાખ રુપિયાની નહીં પરંતુ 1 કરોડ રૂપિયાની ખંડણી માટે મળી છે. એટલું જ નહીં ધમકીમાં કહેવાયું છે કે એક કરોડ નહીં મળે તો દરરોજ એક પછી એક સત્તા ઉપર બેસેલા પટેલોને ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દેશે. આ ધમકી સાવ તોછડી ભાષામાં આપવામાં આવી છે સાથે જ બટુક મોરારી બાપૂએ પોતાનો મોબાઈલ નંબર પણ વીડિયોમાં શેર કર્યો છે. જાણવા મળ્યા મુજબ બટુક મોરારીબાપુએ એવું પણ કહ્યું છે કે એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ અને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોની રહેશે.

admin

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *