CSK ના આ સ્ટાર ખેલાડીએ મેચ બાદ સ્ટેડિયમમાં બધાની સામે પોતાની ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ દિલને સ્પર્શ કરી લેતો વિડીયો…

CSK ના આ સ્ટાર ખેલાડીએ મેચ બાદ સ્ટેડિયમમાં બધાની સામે પોતાની ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ દિલને સ્પર્શ કરી લેતો વિડીયો…

આઈપીએલ મેચ દરમિયાન ઘણા દિલચસ્પ નજારા જોવા મળી જતા હોય છે, જે ફેન્સનું દિલ જીતી લે છે. મેદાન પર લાઈવ મેચ દરમિયાન યુવતિને પ્રપોઝ કરવાનાં કિસ્સા તો ખુબ જ છે પરંતુ કોઇ ભારતીય ખેલાડીએ લગભગ જ આવું કામ કર્યું હશે. ચેન્નઇ સુપરકિંગ્સનાં ફાસ્ટ બોલર દિપક ચહર કંઈક આવું જ કારનામું કરીને ચર્ચામાં છવાઈ ગયા છે. હકીકતમાં પંજાબ કિંગ્સ વિરૂદ્ધ રમવામાં આવેલ મેચ બાદ દિપક ચહરે પોતાની ગર્લફ્રેન્ડ જયા ને સ્ટેન્ડમાં જઈને પ્રપોઝ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ ગયો છે.

ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ એ આઇપીએલ ૨૦૨૧ ની લીગ મેચમાં પંજાબ કિંગ્સને ૬ વિકેટથી હરાવી હતી. જોકે ચેન્નઈનાં ફાસ્ટ બોલર દિપક ચહર માટે આ મેચ વધારે યાદગાર બની ગઈ હતી. તેમણે મેચ સમાપ્ત થયાનાં તુરંત બાદ સ્ટેડિયમમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને વીંટી પહેરાવી હતી. તેની સાથે જોડાયેલ વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. દિપક ચહરે પોતે જ આ વિડીયો અને અમુક તસ્વીરો શેર કરી છે.

દિપક ચહર માટે ભલે આ મેચ વધારે સારી રહી નહી પરંતુ તે દિવસ તેમનો જ રહ્યો. તેમણે આ મેચમાં ૪ ઓવરમાં ૪૮ રન આપ્યા હતાં અને એક વિકેટ લીધી હતી. દિપક ચહરે મેચ સમાપ્ત થયા બાદ પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને સ્ટેન્ડમાં જઈને પ્રપોઝ કરી હતી અને ગોઠણ પર બેસીને તેમનો જિંદગીભર માટે સાથ માંગ્યો હતો, જેના જવાબમાં જયા એ દિપકનું પ્રપોઝલ સ્વીકારી લીધું હતું અને ચેન્નાઈનાં ફાસ્ટ બોલરે પોતાની ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવી દીધી હતી.

તે બંને આ ખાસ અવસર પર ખુબ જ ખુશ નજર આવ્યા હતાં અને એકબીજાને ગળે લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે તસ્વીર શેર કરી તો તેમની બહેન માલતી ચહર અને ભાઈ રાહુલ ચહરે પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી. દિપક ચહરની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે. જયા સ્ટેડિયમમાં બ્લેક ડ્રેસ અને ગોગલ્સ પહેરેલી નજર આવી હતી. તે રિયાલિટી શો બિગબોસ સીઝન-૫ નાં કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે બંને ખુબ જ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. રિપોર્ટનું માનવામાં આવે તો બંને પાછલા થોડા સમયથી સાથે છે. જયા દિલ્હીમાં એક કોર્પોરેટ કંપની માટે કામ કરે છે. દિપક ચહરની બહેન માલતી એ તેમની જાણકારી સોશિયલ મીડિયા પર પણ આપી દીધી છે.

દુબઈમાં રમાયેલ આ મેચમાં ચેન્નાઈએ પહેલા બેટિંગ કરતા ૬ વિકેટ પર ૧૩૪ રન બનાવ્યા હતાં પરંતુ પંજાબ કિંગ્સનાં કેપ્ટન કે.એલ.રાહુલની દમદાર ઇનિંગ્સનાં લીધે પંજાબે આ લક્ષ્ય ૧૩ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું. મેન ઓફ ધ મેચ રહેલા કે. એલ.રાહુલ ૯૮ રન બનાવીને નોટઆઉટ રહ્યા હતાં. તેમણે ૪૨ બોલની પોતાની ઈનિંગ્સમાં ૭ ચોક્કા અને ૮ છક્કા લગાવ્યા હતાં.

જોકે આ જીત બાદ પણ પંજાબનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. પંજાબની ટીમ ૧૨ અંકની સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર છે, જ્યારે ચેન્નાઇની ટીમ પહેલાં જ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. હાલની આઇપીએલ સીઝનમાં દિપક ચહરે અત્યાર સુધીમાં ૧૩ મેચમાં ૧૩ વિકેટ લીધી છે. ૧૩ રન આપીને ૪ વિકેટ તેમનું બેસ્ટ પ્રદર્શન છે. તે ટીમ તરફથી સૌથી વધારે વિકેટ લેવાનાં મામલામાં બીજા નંબર પર છે. ટીમ માટે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધારે ૧૮ વિકેટ લીધી છે.

admin

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *